| Event Details |
: |
*-:ક્રીકેટ આયોજન સમિતિ ના નિયમો:-*
1. આ ટૂર્નામેન્ટમાં ફક્ત ભિવંડી યુવા મંડળ નાં જ સભ્યો કે જેમણે સભ્ય ફી ભરી છે, તેઓ જ ભાગ લઈ શકશે.
૨. જે ખેલાડી પરીવાર કપ માં રમશે તે ખેલાડી ને ઉમિયા કપ (મુંબઈ) માં ભિવંડી તરફ થી રમવું ફરજીયાત રહેશે.જો આ નિયમ નું પાલન નહિ થાય તો તે ખેલાડી ને પરીવાર કપ માંથી બાકાત કરવામાં આવશે.
૩. બધા ખેલાડીઓને ટીમો બન્યા બાદ કોઈ પણ ટીમ માં સિલેક્ટ થાય તે ખેલાડી ને તે ટીમ સાથે પ્રેક્ટિસ કરવી અને તેની ટીમ સાથે આ ટુર્નામેન્ટ માં રમવું ફરજીયાત છે.
૪. જે ખેલાડી કોઈ યોગ્ય કારણસર ના રમી શકે તો તેવા ખેલાડી ને ક્રિકેટ આયોજન સમિતિ અને કેપ્ટન ને જાણ કરી મંજુરી લેવાની રહેશે.
૫. દરેક ટીમ ના ખેલાડી ને પોતાના કેપ્ટન ના માર્ગદર્શન પ્રમાણે વર્તવાનું રહેશે.
૬. ટુર્નામેન્ટ દરમિયાન અંતિમ નિર્ણય આયોજન સમિતિ નો જ માનવામાં આવશે.
૭. જે ખેલાડી ટુર્નામેન્ટ રમવાની ઇચ્છા ધરાવતા હોય અને પ્રેક્ટીસ માં આવવા ની ઇચ્છા ના ધરાવતા હોય,તે ખેલાડી ટીમો બનતા પહેલા જ પોતાનું ફોર્મ પાછું ખેંચી લેવા નું રહેશે.
૮. આ નિયમ મુજબ પાલન ન કરતા દોષી ગણાયેલ સભ્યને શિસ્તભંગની સજા રૂપે બે વર્ષ માટે શ્રી કચ્છી કડવા પાટીદાર સનાતન યુવા મંડળ (ભિવંડી) ની બધી સ્પર્ધાત્મક પ્રવૃતિમાંથી બરતરફ કરવામાં આવી શકાય છે.
૯. કોઈ ખેલાડી એ પ્રેક્ટીસ દરમિયાન કે ટુર્નામેન્ટ દરમિયાન ગ્રાઉન્ડમાં વ્યસન કરીને આવશે તો આયોજન સમિતિ એમની માટે સખત કાર્યવાહી કરી શકે છે.
લિ: *ક્રિકેટ આયોજન સમિતિ* |